← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કેમ કરી જાશો ચાકરીએ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે,
કેમ કરી જાશો ચાકરીએ, રાજ?

ઝરમર ઝરમર મેઘ વરસતો,
ખેતરે ઊગ્યો લીલો રે મોલ;
ડેલીએ ઊભી હું દીવો ધરીને,
સાંભળું મોરલાના બોલ;
ઘોડલે પલાણ નાખો નહીં, વાલમ,
ઘડીક રોકાઓ આજ…
કેમ કરી જાશો ચાકરીએ, રાજ?

નદીએ ઘોડાપૂર, ને કેડી લપસણી,
વાદળ ગાજે ઘનઘોર;
ઓરડે પારણું, ને પારણે લાલો,
રડે છે સાંભળી શોર;
એની આંખોમાં જુઓ, ને પછી જાઓ,
કેમ છોડશો આ સાજ?
કેમ કરી જાશો ચાકરીએ, રાજ?

પરાગ કહે, પરદેશ ભલે સોનું,
ઘરનું છે ધૂળમાં ય ધન;
ચાકરી તો મળશે બીજે ચોમાસે,
નહીં મળે આ ભીનું મન;
વીજળી થંભી, ને વાલમ રોકાયા,
મોરલે ટહુક્યો આવાજ…
કેમ કરી જાશો ચાકરીએ, રાજ?

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખથઈને રહીએ કેડીઆગલો લેખ →હરિવર વરસ્યા