કેડી
કેડી હજી બોલાવે, કેડી હજી બોલાવે,
ગામ છોડ્યું વરસો પહેલાં, તોય સપનામાં આવે.
વડલાની છાંયે વળતી, ખેતરની વાડે અટકે,
ધૂળ ભરેલા પગલાં મારાં હજી એને ખટકે;
પાછો આવ તો ઓળખું તને, એવું કહી ભરમાવે…
કેડી હજી…
ડામરના રસ્તા પર દોડું, દોડું ને હાંફી જાઉં,
કેડી પર તો ચાલ્યો ત્યારે ગાતો ગાતો જાઉં;
રસ્તા પહોંચાડે, કેડી તો આપણને પહોંચાડે…
કેડી હજી…
પરાગ કહે: ઘાસ ઊગ્યું છે, ભૂંસાઈ ગઈ એની રેખ,
તોય હૈયાના નકશામાં એક કેડી છે અવશેષ;
જે દિ’ થાકીશ, એ જ કેડીએ જીવ પાછો આવે…
કેડી હજી…
– પરાગ રતનપરા