કવિશ્રી
ગઝલમાં ગગનને ઉછાળે કવિશ્રી,
ઘરે ચા ફકત તો ઉકાળે કવિશ્રી.
સભામાં કહે શેર, ને આંખ ફરતી,
અને લેન્સને બસ નિહાળે કવિશ્રી.
મળે શાલ નાની ઇનામે જરા જો,
ચરણ એ પ્રમુખનાં પખાળે કવિશ્રી.
લખે ભૂખ, દુષ્કાળ, ખેડૂત પર, ને
પછી હોટલોને ઉજાળે કવિશ્રી.
પરાગે અરીસો બતાવ્યો સભાને,
તરત ક્રોધથી એ પ્રજાળે કવિશ્રી.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #કવિસંમેલન #દંભ #સાહિત્યજગત #પરાગરતનપરા
#GujaratiGhazal #PoetSatire #LiteraryHypocrisy #AwardCulture #Humour #ParagRatanpara