← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કવિ સંમેલન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કવિ સંમેલન રાખ્યું રે ભાઈ, કવિ સંમેલન રાખ્યું,
વીસ કવિઓ મંચે બેઠા, શ્રોતા કોઈ ન ભાળ્યું!

પહેલા કવિએ ગઝલ ઉપાડી, બીજાએ ગાયું ગીત,
ત્રીજાએ અછાંદસ વાંચ્યું, ઊંઘી ગઈ આખી ભીંત;
ચોથાએ કીધું: ‘હજી તો મારી પાંત્રીસ રચના બાકી!’
કવિ સંમેલન રાખ્યું…

શ્રોતામાં બેઠા’તા કવિઓ, પોતાનો વારો જોતા,
બીજાની કવિતા આવે ત્યાં ફોનમાં ખોવાઈ જાતા;
‘વાહ વાહ’ સૌએ ઉધાર આપી, પાછી માંગી સાંજે…
કવિ સંમેલન રાખ્યું…

પરાગ કહે: છેલ્લે સંચાલક બોલ્યા, ‘ચા-નાસ્તો છે!’
ખાલી હૉલ પળમાં ભરાયો, જાણે કુંભનો રસ્તો છે;
કવિતા કરતાં ખમણ ચડિયાતાં, એ જ સાચી સમજણ…
કવિ સંમેલન રાખ્યું…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખમોકલુંઆગલો લેખ →મળતા રહો