← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કરોળિયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તાંતણે તાંતણે ચડતો રે, ઓલ્યો કરોળિયો રે,
પડતો ને પાછો આખડતો, ઓલ્યો કરોળિયો રે.

છાપરાને ખૂણે એણે માંડ્યું’તું ઘર,
પવનની એક ઝાપટે તૂટ્યું સરવર;
નથી રડતો, ન કોઈને કરતો રાવ,
ફરી માંડે છે મૂંગો મૂંગો દાવ…
તાંતણે તાંતણે…

સાત વાર પડ્યો ને આઠમી વાર ચડ્યો,
ઝાકળના મોતીએ એનો મહેલ મઢ્યો;
સૂરજ ઊગ્યો ત્યાં જાળું ઝગમગ થાય,
જાણે આખું આભ એમાં ઝીલાય…
તાંતણે તાંતણે…

પરાગ કહે: સુણ મનવા, હાર ન માન,
તૂટે તો ફરી ગૂંથી લે તારું વિતાન;
કિસ્મતનો નહીં, તાંતણો તો તારો,
ચડશે એ જ જે પડશે સો વારો…
તાંતણે તાંતણે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખટપાલી નિવૃત્ત થયોઆગલો લેખ →ઉદ્ધવ, હવે સમજાયું?