કનૈયા વિના
ઉદાસી દિવાળી કનૈયા વિના,
ન રાધા રુપાળી કનૈયા વિના.
નદી પણ વહે છે, ન ગાતી કશું,
ન પગને પખાળી કનૈયા વિના.
દહીં કોણ ચોરે? ન ગોરસ ઢળે,
ન મટકી ઉછાળી કનૈયા વિના.
વળી સાંજ, ગાયો ન પાછી વળી,
ન સંધ્યા ઉજાળી કનૈયા વિના.
પરાગે ગઝલ સાવ કોરી લખી,
ન આંખે નિહાળી કનૈયા વિના.
– પરાગ રતનપરા
#ગઝલ #રાધાકૃષ્ણ #ગોકુળ #વિરહ #ભક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #RadhaKrishna #Gokul #Separation #Devotion #ParagRatanpara