← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કળી જો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જરા વાત છોડી, ઘડી સાંભળી જો,
ન બોલાય તે મૌનમાં ઓગળી જો;
બધા દાદ દે છે, બધા વાહ બોલે,
કદી કોઈની વેદનાને કળી જો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખછૂટા શેર ૮૨૪૧–૮૨૬૫આગલો લેખ →કોણ આવ્યું?