← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કલમમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઢળી જિંદગીની કહાણી કલમમાં,
બચી આંસુઓની નિશાણી કલમમાં.

નથી ધન, નથી ઘર, નથી કોઈ મિલકત,
છતાં રોજ શબ્દે ઉજાણી કલમમાં.

ઘણાં નામ ભૂલ્યો, ઘણા લોક છૂટ્યા,
મને માતૃભાષા પિછાણી કલમમાં.

ભલે જિંદગી ધોમધખતી બપોરે,
મળી સાંજ મીઠી, સુહાણી કલમમાં.

ભ્રમર જેમ ફરતો બગીચે બગીચે,
પરાગે ભરી મ્હેક-પાણી કલમમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #કલમ #કવિતા #શબ્દ #સર્જન #પરાગરતનપરા
#GujaratiGhazal #ThePen #Poetry #Words #CreativeLife #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમારો નથીઆગલો લેખ →શબ્દની પાલખી