← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કહે છે સૌ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ન જાણે કેમ આ મન થઈ ગયું પાગલ, કહે છે સૌ,
હતું જે ફૂલ જેવું, એ થયું ઘાયલ, કહે છે સૌ.

તને ઝંખું, નયનમાં તો ઉમટતાં જાય ચોમાસાં,
નયન મારાં હવે તો છે સજળ વાદળ, કહે છે સૌ.

તને પત્રો સતત લખતો, હજી એકે ન મોકલ્યો,
હવે આખુંય મારું ઘર થયું કાગળ, કહે છે સૌ.

ન ખોલે દ્વાર એ, ના હું વળું પાછો કદી ઘરભણ,
ખખડતી રાત આખી, હું બની સાંકળ, કહે છે સૌ.

પરાગે પ્રેમમાં ખોયું બધું, તોયે હસે છે એ,
હતું ના કાંઈ, તોયે આંખમાં ઝળહળ, કહે છે સૌ.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #દીવાનગી #અધૂરાપત્રો #પ્રતીક્ષા #પરાગરતનપરા
#GujaratiGhazal #MadInLove #UnsentLetters #Waiting #Devotion #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખટૅગઆગલો લેખ →આવજે મારી પાસ