← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કામણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કામણ ક્યાં છે કાનમાં, સહિયર, કોઈ મને બતાવો,
વાંસળી, પીંછું, પીતાંબર — કોનું, મને સમજાવો.

વાંસળી તો છે પોલો વાંસ, ઊગે જંગલ-ઝાડી,
એમાં ફૂંક્યો કાને શ્વાસ, તો ગોપી દોડી ગાંડી;
વાંસ નહીં, આ શ્વાસ છે કામણ? કોઈ મને બતાવો…
કામણ ક્યાં છે કાનમાં…

પીંછું તો છે મોરનું, ઝાઝાં ખરે અષાઢે,
કાનાને માથે ચડ્યું ત્યાં, જગ આખું એને વાંદે;
પીંછું નહીં, આ માથું કામણ? કોઈ મને બતાવો…
કામણ ક્યાં છે કાનમાં…

પરાગ કહે: ના વાંસ, ન પીંછું, ના પીળું પીતાંબર,
કામણ તો છે ગોપીની આંખે, જે જુએ શ્યામ-સુંદર;
જોવાનો છે મોહન, સહિયર, પ્રીતની આંખ જગાવો…
કામણ ક્યાં છે કાનમાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઉકેલઆગલો લેખ →થાકેલું