કાગળ ઉપર
ગામમાં બંધાઈ શાળા, કાગળ ઉપર છે બધું,
વીજળી, પંખા, ઉજાળા, કાગળ ઉપર છે બધું.
શેઠ લઈ ભાગ્યા કરોડો, ને કિસાનો દેવમાં,
લોન, માફી ને દિવાળા, કાગળ ઉપર છે બધું.
ન્યાય માગ્યો તો મળી તારીખ પર તારીખ બસ,
કેસ ને કૉર્ટો, હવાલા, કાગળ ઉપર છે બધું.
મંચ પર ભગવો ધરીને રામ ભજતા દંભથી,
દાન, ધર્મો, જાપ, માળા, કાગળ ઉપર છે બધું.
આ પરાગે રોજ છાપું જોઈ, મલકી બોલિયો:
સૌ સમાચારો, મસાલા, કાગળ ઉપર છે બધું.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #વિકાસ #ભ્રષ્ટાચાર #ગામ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Development #Corruption #RuralIndia #ParagRatanpara