← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જોયું છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હસીને જે મળે, એના હૃદયનું ઝેર જોયું છે,
સગાંઓમાં ય વરસોથી જમેલું વેર જોયું છે.

હતા જ્યાં રાજના દરબાર, ઝાલર ને નગારાં’તાં,
હવે વાગોળ ઝૂલે ત્યાં, ઘણું ખંડેર જોયું છે.

સડે ગોદામમાં દાણા, ગરીબો ઊંઘતા ભૂખ્યા,
ખરીદી ન્યાય, વેચી સત્ય, આ અંધેર જોયું છે.

ગલીમાં રાતભર ઠરતો હતો એ એકલો ડોસો,
અને થીજી ગયેલી આંખમાં આ શેર જોયું છે.

પરાગે તીર્થ સૌ ખૂંદ્યાં, છતાં સાક્ષાત ના જોયો,
હતો મા-બાપની આંખે, અમારે ઘેર જોયું છે.

– પરાગ રતનપરા

#ગઝલ #અનુભવ #સમાજ #અન્યાય #માતાપિતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Witness #Injustice #SocialReality #ParentsAreGod #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસપનાનું ગામઆગલો લેખ →ચુંબન