← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જોયા વિના

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાદ તારો સાંભળીને ચાહતો જોયા વિના,
નામ તારું રોજ મનમાં ઝંખતો જોયા વિના.

એક કાગળ ત્યાં હતો, ને મ્હેક જેમાં તું હતી,
પત્રના હર શબ્દમાં હું વાંચતો જોયા વિના.

મૂર્તિ ના, તસવીર ના, ના કોઈ ઓળખ પણ હતી,
તોય મીરાંની સમો હું પૂજતો જોયા વિના.

જેમ અંધારે ય ફૂલો સૂર્યને પામે સદા,
એમ હું અંધારમાં પણ શોધતો જોયા વિના.

આ ‘પરાગે’ ફૂલ જોયું ના કદી, તોયે સદા,
ફૂલની સાથે જ હું પણ મ્હેકતો જોયા વિના.

– પરાગ રતનપરા

#ગઝલ #અદીઠોપ્રેમ #ચાહત #શ્રદ્ધા #ઝંખના #પરાગરતનપરા
#GujaratiGhazal #UnseenLove #Devotion #Longing #Faith #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખરિસામણાંનું ગીતઆગલો લેખ →તું છે