જોજે મને
ઝળહળું હું દીપ થઈ, તોફાનમાં જોજે મને,
ફૂલ થઈ ઊગું કદી, વેરાનમાં જોજે મને.
મંચ પર, તાળી વચે, તું ના કદી શોધીશ, પણ
હારનારાના વિનત અપમાનમાં જોજે મને.
કોઈ ભૂખ્યા બાળને જો રોટલો આપી હસે,
એ ક્ષણે જે પાંગરી મુસ્કાનમાં જોજે મને.
ઘર મહીં વૃદ્ધો તરફ જે પ્રેમથી ઝૂકી ગયું,
એ નમેલા શીશના સન્માનમાં જોજે મને.
આ પરાગે ના કદી માગ્યું કશું, બસ એટલું:
મોગરાના મ્હેકતા અરમાનમાં જોજે મને.
– પરાગ રતનપરા
#ગઝલ #ઓળખ #માનવતા #કરુણા #સાદગી #પરાગરતનપરા
#GujaratiGhazal #FindMe #Humanity #Compassion #QuietPresence #ParagRatanpara