જોઈએ
મધ ઘણું ચાખ્યું, હવે તો સ્હેજ ખારું જોઈએ,
સૂર્ય સૌને જોઈએ, મારે ય ન્યારું જોઈએ.
ફૂલ ચૂંટે સૌ ગુલાબી, કંટકોને ટાળતા,
ડંખ દઈ જગવે મને, એવું જ પ્યારું જોઈએ.
વારસે ઘર, ખેતરો ને સૌ દુકાનો સોંપતાં,
બાપ બોલ્યા: ‘એક ખૂણો તોય મારું જોઈએ.’
ડૉક્ટરે ઘી, ખાંડ, મીઠું, તેલ પણ છોડાવિયાં,
બા કહે: ‘મોળું ભલે, પણ રૂપ સારું જોઈએ!’
ફૂલ મારું, મ્હેક મારી, ડાળ પણ મારી ‘પરાગ’,
તો ય મધમાં ક્યાંક થોડું નામ તારું જોઈએ.
– પરાગ રતનપરા
#ગઝલ #જીવન #સંતુલન #ઘડપણ #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #BalanceOfLife #BitterSweet #OldAge #Love #ParagRatanpara