← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જોબન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આયનો જોયા કરે, ને ગાલ પર લાલી ચડે,
વાયરો પાલવ ઉડાડે, વાત વણબોલી અડે;
જોબનો એવો નશો કે જિંદગીમાં એક વાર,
આવતો, જાતો, છતાં એનું સ્મરણ કાયમ નડે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખકાનો આવ્યો અમદાવાદઆગલો લેખ →દાદાજીની ડાયરી