← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝૂર્યું નહીં તે મન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હો સાધો! જે મન કદી ના ઝૂર્યું,
એ તો કોરો ઘડો, જેમાં નીર કદી ના પૂર્યું.

વિરહની આગે તપે નહીં તે સોનું શેનું થાય?
ભઠ્ઠી વિના તો ઘાટ ઘડાયે, ઘરેણું ન ઘડાય;
જેની આંખે ઝીણી સીર નહીં, એ મન રહ્યું અધૂરું…
હો સાધો!…

મીરાં ઝૂરી, નરસૈં ઝૂર્યા, ઝૂર્યા સુરદાસ,
ઝૂરવું એ તો નામ પ્રભુનું, ઝૂરવું એ ઉપવાસ;
ઝુરાપા જેવું તીર્થ નથી, એ તીરથ સૌથી ઊંડું…
હો સાધો!…

દાસ પરાગ કહે: મનમાં રાખો એક અધૂરી આશ,
અધૂરપમાં જ ઊગે છે પેલો પૂરણનો ઉજાસ;
તરસ્યા જેવો કોઈ ફકીર નહીં, એ જ ખરું મધુરું…
હો સાધો!…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆભનાં પાનાંઆગલો લેખ →દોડ