ઝૂંપડીનો આવકાર
આવો રે આવો, ઓસરીએ બેસો, પાણી પીઓ ઠંડું,
ઝૂંપડું ભલે ભાંગ્યું-તૂટ્યું, હૈયું મારું મોટું.
ખાટલો ઢાળું, ગોદડું પાથરું, ચૂલે મૂકું ચા,
પાડોશણ પાસે ખાંડ માગી લઉં, પણ ઓછું ના થા;
મહેમાન તો મારો ભગવાન, એને શું રે ભાગ્યું?
આવો રે આવો…
સૂરજ આવે આંગણે તો એને દઉં ઉજાસ,
ચાંદો આવે ઓટલે તો દઉં એને મીઠી વાસ;
વાદળ આવે, વરસી જાય, ને ખેતર મારું જાગ્યું…
આવો રે આવો…
પરાગ કહે: આ ઝૂંપડીની વાડ ભલે હો નીચી,
દિલનો દરવાજો તો ખુલ્લો, કદી ન રાખું મીંચી;
શહેરના બંગલાની ઘંટડી કરતાં આ મારું ‘આવો’ સાચું લાગ્યું…
આવો રે આવો…
– પરાગ રતનપરા