ઝબૂકે
ઉપર આભમાં બે સિતારા ઝબૂકે,
તળે ‘સેલ’ના સૌ ઇશારા ઝબૂકે.
હવે ચાંદ દેખાય ક્યાંથી, બિચારો?
અહીં રાતભર એ મિનારા ઝબૂકે.
ગયું ઝાડ, ને ત્યાં થયો થાંભલો, જ્યાં
હવે વીજ-તારે ઉતારા ઝબૂકે.
ગયો ગામ, ત્યાં પણ નવી રોશનીમાં
તળાવે ન ચાંદો, કિનારા ઝબૂકે.
પરાગે જલાવ્યો ગઝલ-દીપ નાનો,
નયનમાં પુરાણા નજારા ઝબૂકે.
– પરાગ રતનપરા
#ગઝલ #નગર #રોશની #પ્રકૃતિ #ચાંદ #પરાગરતનપરા
#GujaratiGhazal #CityLights #LightPollution #LostStars #Nostalgia #ParagRatanpara