← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝાડ ને ટહુકો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક છોકરી ટહુકા જેવી, ઊડતી ઊડતી આવે,
એક છોકરો ઝાડ સરીખો, ઊભો ઊભો ગાવે.

છોકરી બેસે ડાળે ડાળે, ગીત નવાં ગણગણતી,
છોકરાની છાતીમાં લીલી કૂંપળ કૂંપળ ફૂટતી;
ઝાડને ક્યાં ઊડવું આવે? એ તો મૂળિયાં ફેલાવે…
એક છોકરો ઝાડ સરીખો…

ચોમાસું આવ્યું ને છોકરી માળો બાંધી બેઠી,
ઝાડ થયું ઘટાદાર, જાણે પ્રીત અંદર પેઠી;
તણખલાં ને ટહુકા વચ્ચે ઘર આખું મલકાવે…
એક છોકરો ઝાડ સરીખો…

પરાગ કહે: એક ઊડે, બીજો ઊભો ઊભો સાચવે,
પ્રેમ એટલે પાંખ અને મૂળ, બંને એકબીજાને નાચવે;
ટહુકો ઝાડે, ઝાડ ટહુકે — કોણ કોને પાળે-પાવે?
એક છોકરો ઝાડ સરીખો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસરહદથી કાગળઆગલો લેખ →સોશિયલ મીડિયાની શિખામણ