← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જશું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમે એક ઝીણા ઇશારે જશું,
નદી જેમ પેલે કિનારે જશું.

ન શરણાઈ, ના ઢોલ, ના કો’ વિદાય,
હવાની જ હળવી પુકારે જશું.

ઘડી બે ઘડી જીવવાનું, સખા,
પછી આપણે પણ ઉતારે જશું.

અમે રાતભર જેમ દીવો બળે,
પછી એક ઠંડી સવારે જશું.

‘પરાગે’ ખરીશું ભલે ફૂલ થઈ,
ફરી કોઈ બીજી બહારે જશું.

– પરાગ રતનપરા

#ગઝલ #મૃત્યુ #વિદાય #પુનર્જન્મ #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Death #Farewell #Rebirth #Spirituality #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખથઈ જઈએઆગલો લેખ →ભીંત