જળમાં
સરોવર કિનારે જુદું રૂપ જળમાં,
બપોરે ઝગે છે કિરણ-ધૂપ જળમાં.
પવન સ્હેજ ફરકે, હલે બિંબ સઘળું,
બધું ઓગળીને થયું ચૂપ જળમાં.
નૃપે જ્યાં નિહાળ્યું વદન નિજ નદીમાં,
હતો એ ભિખારી સમો ભૂપ જળમાં.
હતાં લગ્નમાં ભોજનો સો પ્રકારે,
અમે ડાયટે, તો જરા સૂપ જળમાં.
પરાગે ભમી બાગ, ઉપવન, નદીઓ,
છતાં જાત, બસ ગામના કૂપ જળમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રતિબિંબ #જળ #અહંકાર #વતન #પરાગરતનપરા
#GujaratiGhazal #Reflection #Water #Ego #RootsAndHome #ParagRatanpara