ઇમારત
ઉપરથી ચળકતી ઇમારત હતી,
તળે ખોખલી સૌ ઇબારત હતી.
હતા હાથ જોડેલ મંદિર મહીં,
નજરમાં ભરેલી તિજારત હતી.
‘ગરીબી હટાવો’ લખાયું હતું,
ગરીબો ગયા, એ ઇશારત હતી.
સભામાં હતી સત્યની ગર્જના,
અને પીઠ પાછળ શરારત હતી.
પરાગે ધરી ફૂલ થોડાં ભલે,
હૃદયમાં ખરી તો હરારત હતી.
– પરાગ રતનપરા
#ગઝલ #દંભ #વ્યંગ #સમાજ #સચ્ચાઈ #પરાગરતનપરા
#GujaratiGhazal #Hypocrisy #SocialSatire #HollowFacades #Sincerity #ParagRatanpara