હવેલી
બાપદાદાની હવેલીનું હવે બસ દ્વાર છે,
ભીંત પર લટકી રહેલો એક જૂનો હાર છે.
ઓસરીમાં હીંચકો ઝૂલે નહીં, બોલે નહીં,
કાટ ખાતી સાંકળોનો કેટલો આ ભાર છે!
ગોખલામાં દીવડો ઠર્યો, છતાં લાગ્યા કરે
કે હજી એની શિખામાં બા તણો અણસાર છે.
દીકરાઓ ભાગ પાડે ઓરડા ને ઓટલા,
ને છબીમાં બાપુજીનો મૌન હાહાકાર છે.
જે હવેલીના ઝરૂખે બાળપણ ખીલ્યું, પરાગ,
એ જ ઘરને વેચવાનો આજ તો નિર્ધાર છે.
– પરાગ રતનપરા
#ગઝલ #હવેલી #વડીલોનુંઘર #સ્મરણ #ભાગલા #પરાગરતનપરા
#GujaratiGhazal #AncestralHome #Nostalgia #FamilyDivide #Memories #ParagRatanpara