← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હવે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નથી મંચ પર એક તાળી હવે,
ઉતારો મુખેથી ય લાલી હવે.

હતો રાજવી રોજ રાતે અહીં,
ઘરે છે ફકત એક થાળી હવે.

હતો વૃક્ષ, ને છાંયડો આપતો,
રહી એક સૂકી જ ડાળી હવે.

પરાયા બગીચા ઉછેર્યા ઘણા,
થયો આજ મારો જ માળી હવે.

પરાગે અરીસે નિહાળ્યો પરાગ,
વરસ બાદ ઓળખ જ ભાળી હવે.

– પરાગ રતનપરા

#ગઝલ #રંગમંચ #નટ #વૃદ્ધાવસ્થા #આત્મઓળખ #પરાગરતનપરા
#GujaratiGhazal #TheatreOfLife #AgingActor #FinalAct #SelfDiscovery #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખચૂડલોઆગલો લેખ →સંતાય છે