← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હવા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓસરીમાં ઊતરી આ ગામની ભીની હવા,
ખેસ બાંધી બાપુનો, લાવી બધી જૂની હવા.

આંગણાનો લીમડો તો કાપિયો, ને એ પછી
ઓરડામાં ગોળ ફરતી, સાવ આ સૂની હવા.

સરહદે ઊભો રહીને બર્ફમાં થીજ્યો હતો,
પત્ર માનો લઈ પહોંચી ગામની ઊની હવા.

ફ્લેટમાં ઠંડક ભરી છે બંધ યંત્રે, તોય પણ
બ્હાર જાઓ તો મળે છે ધૂળની ખૂની હવા.

આ પરાગે મોકલી છે ફૂલની ખુશબો ભરી,
શ્વાસમાં ભરજે જરા, આ શેરની ઝીણી હવા.

– પરાગ રતનપરા

#ગઝલ #હવા #ગામ #સૈનિક #પ્રદૂષણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Breeze #VillageAir #SoldierAndMother #Pollution #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઘરઆગલો લેખ →રીસ મૂકી દે