← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હથેળીમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લખી છે ભાગ્યની રેખા, કહાણી છે હથેળીમાં,
હજારો વર્ષની વાતો પુરાણી છે હથેળીમાં.

ભરે કોઠાર શેઠો, ને મળે ખેડૂતને શું શું?
પસીનો, ઘાવ ને છાલા—કમાણી છે હથેળીમાં.

ભરી મુઠ્ઠી ચણા-મમરા, હસે મુન્ની, કહે પપ્પા:
‘ખુશીનો પર્વ ને આખી ઉજાણી છે હથેળીમાં!’

ભરી ખોબો, અરઘ દીધું, પ્રભાતે ઘાટ પર બેસી,
નદી ગંગા સરીને આ સમાણી છે હથેળીમાં.

પરાગે હાથ દેખાડ્યો, મહારાજે જણાવ્યું કે
‘ગઝલ લાંબી, ઉમર ઓછી’—લખાણી છે હથેળીમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #હથેળી #ભાગ્ય #ખેડૂત #ભક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #PalmLines #Destiny #Labour #SmallJoys #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખબે કપઆગલો લેખ →છે આયનો