હતી
ગામના પાદર કને લીલી ઘટા વાડી હતી,
ધૂળિયા રસ્તા ઉપર બે બળદની ગાડી હતી.
ધોમ તડકે ઢાંકતી, ને વરસતે વરસાદમાં,
છાંયડો, છત્રી બની જે, ફાટલી સાડી હતી.
ઘૂંઘટે ઢાંકી નયન, ઝાંઝર ઝમકતાં ચાલતી,
લાજ કાઢી જે હસી, એ ગામની લાડી હતી.
બાપના ખભ્ભે ચડી મેળો નિહાળ્યો’તો કદી,
ગાલ પર ઘસતી ગલીપચ, બાપની દાઢી હતી.
આ પરાગે ફ્લૅટમાં તો ફૂલદાની જોઈ છે,
ગામમાં તો બારમાસી ફૂલની ઝાડી હતી.
– પરાગ રતનપરા
#ગઝલ #ગામ #બાળપણ #સ્મૃતિ #પિતા #પરાગરતનપરા
#GujaratiGhazal #VillageMemories #Childhood #Nostalgia #Father #ParagRatanpara