← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હસીને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મળીને ગળે, ઘા લગાવ્યા હસીને,
પછી હાર ફોટે સજાવ્યા હસીને.

સભામાં હતાં ગાન મારાં ઘણાંયે,
રમૂજે ગલીમાં ઉડાવ્યા હસીને.

અમારા મરણ-શોકમાં સૌ પધાર્યા,
દિલાસે દિલાસે રડાવ્યા હસીને.

વખાણે, વખાણે હવામાં જ લઈ ગ્યા,
પછી ડાળ ઊંચી ચડાવ્યા હસીને.

પરાગે ભલે ઘાવ ખાધા ઘણાયે,
છતાં એ જ નાતા નિભાવ્યા હસીને.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #દંભીમિત્રો #દગો #સંબંધ #પરાગરતનપરા
#GujaratiGhazal #FalseFriends #SmilingBetrayal #Satire #Hypocrisy #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખબે ટિકઆગલો લેખ →છાનાં કાગળ