હસી લીધું
તણાયો પૂરમાં, તો પણ કિનારે મેં હસી લીધું,
હતું ખિસ્સું ય ખાલી, ને ઉધારે મેં હસી લીધું.
સભામાં સૌ મને જોતાં ગરીબી પર હસે ત્યારે,
હૃદયના એક ઊંડા કો ઇશારે મેં હસી લીધું.
લિલામે જ્યાં મને સૌએ કશી કિંમત વગર વેચ્યો,
ખરીદે કોણ ઈમાનો? બજારે મેં હસી લીધું.
ગયા સૌ, ને ગલી સૂની, હવા પણ ચૂપ થઈ ત્યારે,
પછી મારા જ પડઘાના પુકારે મેં હસી લીધું.
‘પરાગે’ ફૂલને ખરતું નિહાળ્યું, ને પછી એણે
બની ખુશ્બૂ, હવા કેરા સહારે મેં હસી લીધું.
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્ય #સ્થિતપ્રજ્ઞ #ખુમારી #જીવનદર્શન #પરાગરતનપરા
#GujaratiGhazal #SmileThroughPain #Equanimity #InnerStrength #LifePhilosophy #ParagRatanpara