હરિ ક્યાં વસે
ના ગુફામાં, ના શિખરમાં, એ દુખી જનમાં વસે,
જે પરાયાં આંસુ લૂછે, એ જ હરિ-મનમાં વસે.
સંત બોલ્યા: ‘ઘર તજી દે, તો જ હરિ દર્શન મળે,’
મા કહે: ‘ઘરમાં જ છે, એ ક્યાં કદી વનમાં વસે?’
ફૂટપાથે ઠારમાં બાળક ઉઘાડું જો મળે,
ધાબળો ઓઢાડ, હરિ એ ધ્રૂજતા તનમાં વસે.
દાનપેટી પર લખાવ્યું નામ તેં, પણ યાદ રાખ,
રોટલીના એક કટકે, ના કદી ધનમાં વસે.
ખેતરે જઈને ‘પરાગે’ દૃશ્ય આ જોયું હતું,
ભીંજતો ખેડૂ હસે: ‘મારો ધણી ઘનમાં વસે.’
– પરાગ રતનપરા
#ગઝલ #હરિ #ભક્તિ #માનવતા #કરુણા #પરાગરતનપરા
#GujaratiGhazal #GodInPeople #Devotion #Compassion #Humanity #ParagRatanpara