← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હરિ, હવે ઝાંપો ખોલો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હરિ, હવે સપનાંનો વાયદો મેલો,
આંખ ઉઘાડી રાખું ત્યારે ઝાંપો ખોલી બોલો.

રાતે આવી પાંપણ ઉપર પગલાં પાડી જાઓ,
પરોઢ થાતાં ઝાકળ જેવા ઓગળીને ક્યાં જાઓ?
ઓશીકે તો રહી જાય છે એક મોરપીંછ ભોળો…
હરિ, હવે ઝાંપો ખોલો.

ચૂલે ચડતી ખીચડી સાથે ચડે તમારી વાટ,
છાણાં થાપું, બેડાં ભરું, તોય ન ખૂટે ઘાટ;
જાગ્યે જાગ્યે મળવું હોય તો ફળિયે આવી બોલો…
હરિ, હવે ઝાંપો ખોલો.

પરાગ કહે: સપનાનું મળવું ઝાકળ સરખું પાણી,
ખોબો ભરીને પીવા દ્યો તો તરસ છીપી જાણી;
ઊંઘ ઉધારી, જાગ રોકડી — હરિ, તમે તો તોલો…
હરિ, હવે ઝાંપો ખોલો.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખલાગણીની ખેતીઆગલો લેખ →બેની આવી