હાલરડું
ઊંઘી જા રે મારા ચાંદલિયા, ઊંઘી જા,
તારાં સપનાંમાં પરીઓ આવે, ઊંઘી જા.
આભે તારલિયા ટમટમ ટમકે, પાંપણ તારી ઝૂકે,
પવન આવીને પારણું ઝુલાવે, વાદળી હેત મૂકે;
હાલાં રે હાલાં… ઊંઘી જા રે…
કાલે ઊઠીને મોટો થઈશ ને જાશે દેશ-પરદેશ,
ત્યારે માડીનું હાલરડું તું ભૂલી ન જાજે લેશ;
ખિસ્સામાં ભરજે થોડું વતન, થોડી માની હૂંફ…
હાલાં રે હાલાં… ઊંઘી જા રે…
પરાગ કહે: આ હાલરડામાં આખું આભ સમાય,
માના કંઠે જે ગીત ગવાય, એ ઈશ્વરનું ગીત કહેવાય;
હાલાં રે હાલાં… ઊંઘી જા રે…
– પરાગ રતનપરા