← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગુલમ્હોર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગુલમ્હોર ગુલમ્હોર લાલચટાક, ને વૈશાખી બપ્પોર,
સૈયર, મારી આંખે બેઠો કોઈ ઝીણો ચોર!

ધરતી ધખતી, રસ્તા ધખતા, ધખતાં ખેતર-ખળાં,
એક ગુલમ્હોર જ ઊભો હસતો, લઈ ફૂલનાં ટોળાં;
એની છાંયે ઊભી રહું ત્યાં વાગે મનમાં મોર…
સૈયર, મારી આંખે…

કોઈ કહે: આ તડકો છે, તું ઘર ભેગી થા, ગોરી!
મેં કહ્યું: મેં લાલ રંગની બાંધી રાખી દોરી;
દોરી ખેંચું ત્યાં તો આવે મેડીએથી શોર…
સૈયર, મારી આંખે…

પરાગ કહે: જે ધખતામાં પણ લાલ લાલ થઈ ખીલે,
એને કોઈ લૂ શું બાળે, કોઈ તાપ શું પીલે?
જીવતરને પણ ગુલમ્હોર જેવો રાખજે તું કઠોર…
સૈયર, મારી આંખે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખદીવડીઆગલો લેખ →થઈ ગયો