← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગુજરાતી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હતી માની હથેળી, ને હતું એ ગાન ગુજરાતી,
વિરાસતમાં હવે મારે બધું સન્માન ગુજરાતી.

ભલે બાળક કહે ‘મમ્મી’, ભલે ‘ડૅડી’ કહે સૌને,
છતાં ઠેસે સરે ‘ઓ મા!’, ખરું એ ભાન ગુજરાતી.

સવારે બા દળે ઘંટી, ઉપર ગાતી પ્રભાતીઓ,
દળાતો લોટ ને સાથે સુરીલું દાન ગુજરાતી.

વિદેશે પૌત્ર બોલ્યો ‘બા’, ઘણી ભીની બની આંખો,
થયું, ઊગ્યું વિદેશે પણ નવું આ પાન ગુજરાતી.

પરાગે પણ લખી ગઝલો, અને ગીતો, બધી કવિતા,
અને એ સૌ ઉપર મારું ખરું અભિમાન ગુજરાતી.

– પરાગ રતનપરા

#ગઝલ #ગુજરાતી #માતૃભાષા #પરંપરા #વિરાસત #પરાગરતનપરા
#GujaratiGhazal #MotherTongue #GujaratiPride #Heritage #Diaspora #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપહેલા વરસાદ જેવોઆગલો લેખ →ઝંખના