ગ્રીન ટી ને મસાલાની ચા
તને ગમે છે ગ્રીન ટી, ને મને મસાલાની ચા,
કેમ કરીને ઘર ચાલશે, બોલ મારી બા!
તને ગમે છે ઓટ્સ ને મને ગરમ ગરમ થેપલાં,
તું ગણે છે કૅલરી ને હું ગણું છું ભજિયાં-ગોટલાં;
તું જીમમાં દોડે, હું હીંચકે ઝૂલું, કેવી આ સજા…
કેમ કરીને…
તને ગમે છે વેબ સિરીઝ, મને ગમે છે ભજન,
તું ‘ઓકે ગૂગલ’ બોલે, હું બોલું ‘હે ભગવન’;
તું સેલ્ફી ખેંચે, હું ફોટો ટાંગું દાદાનો, વાહ ભા…
કેમ કરીને…
પરાગ કહે: આ જોડી જુદી, તોય મજાનો મેળ,
એક દૂધ ને એક છે ખાંડ, ને બંનેનો આ ખેલ;
અડધી ગ્રીન ટી, અડધો ઉકાળો, પીશું બેઉ સાથ આ…
કેમ કરીને…
– પરાગ રતનપરા