ગોદડી
ભરી સોયે નવો ધાગો, જુઓ, મા રાત સાંધે છે,
પુરાણાં ચીંથરાં જોડી, નવી કો' ભાત સાંધે છે.
પિતાનો કોટ, માનો સાળુ, ને બાળોતિયું જૂનું,
બધાંને ગોદડીમાં એ પરોવી જાત સાંધે છે.
કદી જો તાંતણો તૂટે, તરત એ ગાંઠ વાળી દે,
રિસાયેલા સગાંઓની ફરી એ નાત સાંધે છે.
ન ચંદ્રક, ના કશી તાળી, નથી કો' દાદ, તોયે મા
જુઓ, એ સોયથી કેવી કલાની વાત સાંધે છે!
પરાગે ગોદડી ઓઢી, ગઝલ આ જ્યાં લખી, ત્યાં તો
શબદમાં પણ મળે હૂંફો, ઘણી સોગાત સાંધે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #મા #ગોદડી #લોકકલા #પરિવાર #પરાગરતનપરા
#GujaratiGhazal #MothersQuilt #FolkArt #FamilyThreads #LifeAsArt #ParagRatanpara