ઘરે
ભમી વિશ્વ આખું, વિરામે ઘરે,
ઢળી સાંજ, છેલ્લા મુકામે ઘરે.
ઘણા મ્હેલ જોયા, ઘણા તાજ, ને
હતું શીશ બાને સલામે ઘરે.
ઘણી શાલ ઓઢી, ઘણાં હાર પણ,
પિતાનો ખભો, એ ઇનામે ઘરે.
ઘણું ભાગતું મન, ભટકતું બધે,
થયું શાંત આખર, લગામે ઘરે.
પરાગે ઘણું નામ શોધ્યું જગે,
જડી જાત એને અનામે ઘરે.
– પરાગ રતનપરા
#ગઝલ #ઘર #છેલ્લોમુકામ #માતાપિતા #શાંતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #ComingHome #FinalDestination #Parents #InnerPeace #ParagRatanpara