← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘડિયાળમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જિંદગી પણ રોજ દોડે ભાગતી ઘડિયાળમાં,
શ્વાસ પણ ગણતો રહું છું હાંફતી ઘડિયાળમાં.

મધ્યરાતે બેઉ કાંટા ભેટતા પળવાર જ્યાં,
એ જ ક્ષણ સાચી હતી આ જાગતી ઘડિયાળમાં.

ઑફિસોમાં ફાઈલો સૌ વર્ષથી ઊંઘ્યા કરે,
માસ અંતે માત્ર જાગે, નાચતી ઘડિયાળમાં.

હાથ ધ્રૂજે, આંખ ઝાંખી, શ્વાસ પણ ધીમો થયો,
હું ય લટકું છું હવે આ કાંપતી ઘડિયાળમાં.

આ પરાગે એક પળને જિંદગી કીધી સદા,
કેટલું જીવ્યો? ન પૂછો માગતી ઘડિયાળમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #સમય #ઘડિયાળ #જીવન #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Time #TheClock #RaceOfLife #OldAge #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમાટીનું ખોરડુંઆગલો લેખ →ફાઇલ