ઘડી બે ઘડી
જગત એક મેળો ઘડી બે ઘડી,
બધો સાથ ભેળો ઘડી બે ઘડી.
અમે શ્વાસને માનતા’તા અમર,
હવાનો જ રેલો ઘડી બે ઘડી.
સદા બોજ લઈ દોડતો તું ફરે,
ઉપાડે જ ઠેલો ઘડી બે ઘડી.
જવાની, નશો, પ્રીતની ઘેલછા,
હતો જીવ ઘેલો ઘડી બે ઘડી.
‘પરાગે’ પવન સાથ ઊડી કહે:
હસે ફૂલ-વેલો ઘડી બે ઘડી.
– પરાગ રતનપરા
#ગઝલ #ક્ષણભંગુર #જીવન #મેળો #વૈરાગ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Transience #LifeIsAFair #FleetingMoments #Detachment #ParagRatanpara