← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તને જોઈ જ્યાં, ત્યાં જ ઝૂકી ઘડી,
ઉતારી, પછી બાજુ મૂકી ઘડી.

ઘણી દોડ દોડ્યો, કમાયો ઘણું,
છતાં જિંદગીની જ ચૂકી ઘડી.

ન ઝરમર, ન ફોરાં, ન વરસાદ પણ,
વિરહની હતી સાવ સૂકી ઘડી.

સ્મશાને ચિતા પર સળગતી રહી,
હતી શ્વાસની, તે જ ફૂંકી ઘડી.

પરાગે કદી ના ગણી’તી ક્ષણો,
છતાં અંતની એ જ ઢૂંકી ઘડી.

– પરાગ રતનપરા

#ગઝલ #સમય #ઘડી #જીવન #મૃત્યુ #પરાગરતનપરા
#GujaratiGhazal #Time #Moment #Life #Mortality #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપાણીઆગલો લેખ →સોનાનું પાંજરું