← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘડપણમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કદી ડુંગર ઉપર દોડ્યા, ઘસાયા ચરણ ઘડપણમાં,
હવે ગમતી નથી દુનિયા, ગમે છે સ્મરણ ઘડપણમાં.

સવારે, સાંજ ને રાતે દવાઓની ગણી ગોળી,
ખબર ના, જીવતો છું કે ગણું છું મરણ ઘડપણમાં.

જવાનીમાં કુદાવ્યાં’તાં પરબ, પાળા, નદી, નાળાં,
હવે ઉંબર વટાવું, ત્યાં બનું છું હરણ ઘડપણમાં.

ગયાં સંતાન પરદેશે, ગયાં સૌ મિત્ર પરલોકે,
હવે છે લાકડી ને બસ ઉપરનું શરણ ઘડપણમાં.

પરાગે આયને જોયા સફેદી વાળ પર, તોયે
ગઝલનું એક નાનકડું વહે છે ઝરણ ઘડપણમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #ઘડપણ #વૃદ્ધાવસ્થા #સ્મરણ #એકલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #OldAge #Elderly #Memories #Loneliness #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખખુદાઆગલો લેખ →માનું છું