ઘાવ જાણે છે
જખમ જેને થયા, એ તો પરાયા ઘાવ જાણે છે,
ડુબેલો હોય જે, તે તો સફરની નાવ જાણે છે.
દવા કે કોઈ ડિગ્રી ના, છતાં મા વૈદ સાચી છે,
કપાળે હાથ મૂકી ને બધોયે તાવ જાણે છે.
ઝવેરી તો ગણી દે છે ઘડીમાં દામ મોતીનાં,
નયન ભીનાં હશે તે આંસુઓના ભાવ જાણે છે.
તપીને તાપમાં ઊભા પિતા વડલા સમા કાયમ,
અમે માણી, પિતા પોતે ન ક્યારે છાંવ જાણે છે.
પરાગે ફૂલ છોડીને પવન સાથે ભ્રમણ કીધું,
હવે ડાળી ફરી મળવા તણો એ ચાવ જાણે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #દર્દ #સંવેદના #મા #પિતા #પરાગરતનપરા
#GujaratiGhazal #SharedPain #Empathy #Mother #Father #ParagRatanpara