ગીત દે
સાંજ ઢળતાં થયું: ઓ ઝરણ, ગીત દે,
ઠેસ વાગે ભલે, ઓ ચરણ, ગીત દે.
ઝાંઝવાં પી ગયું, પણ તરસ ના મટી,
રેતમાં દોડતા ઓ હરણ, ગીત દે.
કેદ અંધારમાં છે ઘણાં ઝૂંપડાં,
ઊગ, આકાશના ઓ કિરણ, ગીત દે.
તું નથી, તે પછી શબ્દ ખૂટી ગયા,
આવ, વીતી ગયાં ઓ સ્મરણ, ગીત દે.
આ પરાગે ધરી પાંખડી ઈશને,
માગવું એટલું: દે શરણ, ગીત દે.
– પરાગ રતનપરા
#ગઝલ #ગીત #પ્રકૃતિ #પ્રાર્થના #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #SongOfNature #Prayer #Memories #PoeticLonging #ParagRatanpara