ગણ નહીં
પ્રેમ પૂરો થઈ ગયો, તો ચાંદ-રાતો ગણ નહીં,
કેટલી મીઠી હતી, એ સાથ-વાતો ગણ નહીં.
ઘાવ જે આપ્યા હતા તેં, એ ય ભૂલી જા હવે,
તાર તૂટ્યો, તો હવે એ જીવ-નાતો ગણ નહીં.
આલ્બમોમાં સાથના ફોટા હજી સચવાયલા,
રંગ ઊડ્યા, તોય એની રંગ-ભાતો ગણ નહીં.
ભેટ જે દીધી હતી, એનું ય બિલ માગે હવે,
તુંય પણ એના કરેલા મૌન-ઘાતો ગણ નહીં.
આ ‘પરાગે’ ફૂલ દઈને શૂળ પણ સ્વીકારિયાં,
જીવવું છે, મ્હેકવું છે, સાંજ-પ્રાતો ગણ નહીં.
– પરાગ રતનપરા
#ગઝલ #બ્રેકઅપ #પ્રેમ #ક્ષમા #આગળવધો #પરાગરતનપરા
#GujaratiGhazal #AfterLove #Breakup #LettingGo #Forgiveness #ParagRatanpara