← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગમે છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તમારું અચાનક મલકવું ગમે છે,
ઘડીમાં ખુશીથી છલકવું ગમે છે.

ઘટા છે અષાઢી, ઘણી રાત કાળી,
મને વીજળીનું ચમકવું ગમે છે.

તમે આવતાં, ને નજર જ્યાં મળે છે,
હૃદયનું હજી પણ ધડકવું ગમે છે.

તમારી ગલીથી જતાં રોજ સાંજે,
જરા એક પળ ત્યાં અટકવું ગમે છે.

‘પરાગે’ સુગંધો બની બાગ સઘળે,
હવા સંગ ફૂલે ભટકવું ગમે છે.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #શૃંગાર #મલકાટ #ધડકન #પરાગરતનપરા
#GujaratiGhazal #RomanticGhazal #LoveNotes #Heartbeat #SmallJoys #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપહેલો વરસાદઆગલો લેખ →તું