← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગઝલ છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચણે ભીંત જે, તે પસીનો ગઝલ છે,
ન પૂરો પડે જે, મહીનો ગઝલ છે.

ભલે શેઠને હાથ હીરા ઝળકતા,
ગરીબી તણો આ નગીનો ગઝલ છે.

નથી મેઘ આવ્યો, નથી અન્ન ઘરમાં,
ગિરો જે પડી, તે જમીનો ગઝલ છે.

ઘસાયા દિવસ-રાત જેમાં જ હાથો,
ધમાધમ કરે એ મશીનો ગઝલ છે.

પરાગે ન માંગ્યા કદી હીર-મોતી,
અહીં દીપ નાનો મઢીનો ગઝલ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #શ્રમિક #ગરીબી #ખેડૂત #સામાન્યમાણસ #પરાગરતનપરા
#GujaratiGhazal #Labour #CommonMan #Poverty #DignityOfWork #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપોસ્ટ છેઆગલો લેખ →મરણ છે