← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગગો શે’રથી આયવો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગગો શે’રથી આયવો રે, લાયવો નવા નવા ઢંગ,
ફાટેલું પાટલૂન પે’રે ને કે’: ‘આ તો ફૅશનનો રંગ!’

બાપુ કે’: ‘હાલ્ય ખેતરે, ભાઈ, ઓરવાની છે જાર,’
ગગો કે’: ‘ડૅડ, વેઇટ કરો, મારે કૉલ છે ચાર-બાર’;
ભેંસ ભાંભરે, બળદ જોવે, સૌ થઈ ગ્યાં છે દંગ…
ગગો શે’રથી…

બાએ રાંધ્યો રોટલો-ઓળો, ગગો માગે પીઝા,
આખું ગામ ભેગું થ્યું જોવા: ‘કેવા હશે ઈ ચીઝા?’
ગગો બોલે અંગ્રેજી ને ગામ સાંભળે અંગ…
ગગો શે’રથી…

ત્રણ દા’ડે ગગાએ પણ ખાધો રોટલો ધરાઈ,
બોલ્યો: ‘બા, આ પીઝા-બીઝા ફોગટ, આ જ ભલાઈ!’
પરાગ કહે: પાટલૂન ફાટે, ના ફાટે માટીનો સંગ…
ગગો શે’રથી…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખવાયદોઆગલો લેખ →છે કે પછી