ગગન તારું
ધરા તારી, નદી તારી, અને આખું ગગન તારું,
અમે તો માત્ર ગાતા’તા, હતું એ બસ ભજન તારું.
જગતનાં રૂપ જોયાં ને બધાં સુંદર મને લાગ્યાં,
પછી જાણ્યું, બધું જોતું હતું કેવળ નયન તારું.
અમે ઘર બાંધવા માટે ઘણું લડ્યા જમાનાથી,
હતું એ ઘર, હતી ઈંટો, બધું આખર ભવન તારું.
ઘણી ઠોકર અમે ખાધી, ઘણાં વર્ષો ઉદાસીમાં,
અમે ચાલ્યા, ઘણું થાક્યા, હતું તો પણ વતન તારું.
પરાગે ના કશું માગ્યું, ન મોક્ષો કે ન સ્વર્ગોને,
મળે જો આખરી ક્ષણમાં મને ખોળો, શરણ તારું.
– પરાગ રતનપરા
#ગઝલ #શરણાગતિ #ભક્તિ #ઈશ્વર #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Surrender #Devotion #Divine #Spirituality #ParagRatanpara