ગાયું હતું
ઘોર અંધારે ય પંખીએ ક્ષણે ગાયું હતું,
પ્યાસથી ફાટેલ હોઠે પણ રણે ગાયું હતું.
ડામરે, પથ્થર વચોવચ, જ્યાં તિરાડો થઈ જરા,
એક લીલા ઘાસના નાના તૃણે ગાયું હતું.
આભ કોરું, ખેત સૂકું, તોય ખેડૂ વાવતો,
બીજમાં ઊંડે, અજાણ્યા એ કણે ગાયું હતું.
ગામનું ગોધૂલિ ટાણું, ઘંટડીનો સાદ જ્યાં,
ધૂળ ઊડી, સાંજ ગાયોના ધણે ગાયું હતું.
આ પરાગે માત્ર ઝીલ્યો એ જ સ્વર, સાચું કહું,
મૂળ તો આ ગીત બીજા કો’ જણે ગાયું હતું.
– પરાગ રતનપરા
#ગઝલ #આશા #પ્રકૃતિ #ખેડૂત #સર્જન #પરાગરતનપરા
#GujaratiGhazal #SongOfHope #Nature #FarmersFaith #CreativeSource #ParagRatanpara